rekha patel (Vinodini)

Delawar USA

હું રેખા વિનોદ પટેલ , 2૪ વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહુ છુ , ગૃહીણી અને બે દીકરીઓની માતા છું ..
મારા લેખન કાર્યની શરૂઆત પાંચ છ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમ દ્વારા થઇ હતી . શરૂઆત માત્ર કવિતાઓ થી કરી હતી આજે હું ગઝલ ,કવિતા ,વાર્તા અને નવલકથા લખું છું. અલગ અલગ વિષયોને આવરી લેતા આર્ટીકલ લખું છું. મારા પતિ વિનોદ પટેલ એક સફળ બીઝનેસમેન છે જેમને સાહિત્ય સતાહે ખાસ પનારો નથી છતાં પણ મારા આ શોખમાં પણ સતત સાથ આપતા રહ્યા છે તેમના સાથ અને પ્રોત્સાહન ને કારણે ટુંકા સમય ગાળામાં હું અહી સુધી પહોચી શકી છું. આથી મેં મારું ઉપનામ " વિનોદિની " રાખેલ છે


મારી ત્રીજી લખેલી ટુકી વાર્તાને "મારો ખરો ગૃહપ્રવેશ" ને ‘ચિત્રલેખા’ના ૨૦૧૩ના દિવાળી અંકમા સ્થાન મળ્યુ હતુ.. આ મારી માટે સાહીત્ય સફરનું પહેલું પગથીયું હતું. ત્યાર બાદ “માર્ગી, ફીલિંગ્સ ,જલારામદીપ અને અભિયાન જેવા મેગેઝીનમાં મારી ઘણી ઘણી ટુંકી વાર્તાઓ અને આર્ટીકલ્સને સ્થાન મળ્યું છે.


સહુ પ્રથમ અમેરિકા વિશેની "અમેરિકા આજ કાલ” નામની મારી કોલમ “ફીલિંગ્સ" મેગેઝીનમાં પ્રકાશિત થઇ .જે આશરે દોઢ વર્ષ ચાલી હતી
હાલમાં અગ્રગણ્ય ગુજરાતી મેગેઝીન "અભિયાનમાં" મારી નિયમિત કોલમ " અમેરિકાના ખત ખબર " બે વર્ષ થી વીકલી કોલમ તરીકે પ્રસિદ્ધ થઈ રહી છે. આ કોલમમાં માઓ ખાસ અભિગમ રહેલો છે જેમાં મારા લખાણ દ્વારા હું વાંચકોને ભ્રમના ઘેરાવા થી દૂર રાખી સત્યને નજીક રાખી શકું.


મારી અલગ અલગ વિષયોને આવરી લેતી ટુંકી ટુકી વાર્તાઓનો એક સંગ્રહ ગુર્જર પ્રકાશન માંથી બહાર પડ્યો. " ટહુકાનો આકાર " જેમાં અદભુત લાગણીઓને આવરી લેતી વાર્તાઓ છે જે ક્યાંક જોયા કે જીવ્યાની અનુભૂતિ કરાવી જાય છે. અહી જીવનના અલગ અલગ રંગોને સ્પર્શતી વાર્તાઓ છે.


બહુજ ટુંક સમયમાં આવીજ ટુંકી વાર્તાઓની બીજી બુક પબ્લીશ થવાની તૈયારીમાં છે. જેમાં વધારે કરીને ડાયાસ્પોરા ફીલિંગ્સ વાળી વાર્તાઓ હશે. જેમાં આજના યુવા માનશના વિચારો અને જીવનને આવરી લેતી વાર્તાઓ છે. આ સાથે લાગણીનો ચક્રવાત નામની નવકથા પણ આવી રહી છે. જેમાં અમેરીકન બોર્ન ગુજરાતી યુવતી નિવા અને ગુજરાતના એક સ્વપ્નીલ યુવાન નીરવના સહજીવનથી લઇ વિચ્છેદ સુધીના અનેક ચઢાવ ઉતાર અને અમેરિકન રંગઢંગ ને અપનાવીને જીવતી નિવાના ચક્રવાતી ઘેરાવાની વાર્તા છે.


આ ઉપરાંત અહી અમેરીકાના અને કેનેડાના અમુક પખવાડીક અને માસિક મેગેઝિનમા પણ મારી કવિતાઓ અવારનવાર પ્રગટ થતી રહે છે……
મારી ત્રણ ટુકી વાર્તાઓ નું હ્યુસ્ટન સ્થિત સહિયારા સર્જન ના ગ્રુપ દ્વારા નોવેલમાં રૂપાંતર થયું છે. જે હાલ એમેઝોન ઉપર ઉપલબ્ધ છે. રૂપ એજ અભિશાપ, લોહીનો સાદ, અને જિંદગી પ્યારકા ગીત હૈ" નો સમાવેશ છે

વરસોથી દેશથી દુર છું છતાય ભારતીયતા વાણી અને વર્તનમાં રાખવી મને પસંદ છે અને તેથી જ મારી મોટાભાગની વાર્તા આપણી સંસ્કૃતિને આજુબાજુ વણાએલી હોય છે.આજે હું કહેતા ગર્વ અનુભવું છું કે લેખન અને વાંચન માત્ર મારો શોખ નાં રહેતા મારા જીવનનો ખોરાક બની ગયો છે.


માનવીને જીવનમાં રોજિંદી જરૂરયાતો હોય છે.જેમ કે હવા,પાણી અને ખોરાક…અને જો હવા પાણી અને ખોરાક શુધ્ધ ના મળતા હોય તો માનવી વહેલા મોડૉ આ પ્રદુષણયુકત હવા અશુધ્ધ ખોરાક મળતા બિમાર પડે છે…આ જ વસ્તુ માણસના મનના વિચારોને લાગુ પડે છે..જો મન પ્રદુષીત હોય તો વિચારોને પણ બિમારી લાગુ પડી જાય છે. એનો ઇલાજ વાંચન છે. જે મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે…અને દવાનુ નામ છે “ઉત્તમ પુસ્તક”…
ઉત્તમ પુસ્તકોને આપણે જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.પુસ્તકોના નિયમિત વાચનને કારણે મન હમેશા જાગૃત રહે છે..સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે મિત્રરૂપ બનીને મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે, અને જીવનપંથ પર આગળ વધવામાં આત્મવિશ્વાસ અને સાથ આપે છે.


આજ કારણે અહી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં મેં એક પબ્લિક લાઈબ્રેરી શરુ કરી છે " પુસ્તક પરબ" જ્યાં કોઈ પણ ફી લીધા વિના હું પુસ્તકો વાચન માટે આપું છું. જેથી પરદેશમાં વાંચનનો શોખ ધરાવતા કોઈ પણ જ્ઞાન પિપાસુને તેમની તરસ મારવી નાં પડે. મને સોસાયટી તરફ થી જે પણ મળ્યું છે તેનાથી બમણું પાછું વાળવાની મારી ઈચ્છા છે જેને હું યેનકેન પ્રકારે ચૂકવી રહી છું.

રેખા વિનોદ પટેલ (વિનોદીની) ડેલાવર (યુએસએ)

sakhi15@hotmail.com

મારો પોતાનો બ્લોગ છે
http://vinodini13.wordpress.com/